બુધવાર, 6 મે, 2009

લખ મને....

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને !

2 ટિપ્પણીઓ:

  1. Rajan Soni says:

    બાકીના મિત્રોને મારો પરિચય આપી દઊ.

    બર્ફ જેવો કઠણ, વહી શકે છે; હો પવન સામે તો, સહી શકે છે; સાત દરિયાના જળ પી જનારો; તું મને ગુજરાતી કહી શકે છે.


    કોઇને પ્રેમ કરતા નથી આવડતુ. કોઇને પ્રેમ સીવાય કઇ નથી આવડતુ. બસ આજ બે રસ્તા છે જીવનના.એક એને નથી આવડતો અને એક મને.

    જવાબ આપોકાઢી નાખો
  2. Nirav Balani said:

    Are wah wah Rajanbhai…. Vari jau tamari shayari par….

    જવાબ આપોકાઢી નાખો