સોમવાર, 11 મે, 2009

શું કરશો.

હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી…
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો.

માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો.

હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો.

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો.

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.

બુધવાર, 6 મે, 2009

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના - અમૃત ‘ઘાયલ’

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

અમૃત ‘ઘાયલ’

આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ - રિષભ મહેતા

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈ.

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈ.

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ.

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં -
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ.

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.

- રિષભ મહેતા
(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
કોલેજમાં આચાર્ય…

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

- ઝવેરચંદ મેઘાણી

પ્રેમ જેવુ છે તને

ડંખ આપે ચાંદની ને ચાંદ પણ દુશ્મન બને,
તો સમજજે સહેજ અમથુ, પ્રેમ જેવુ છે તને,

એકલો એકાંતમાં જો ગાય એક જ રાગ ને,
તો સમજજે સહેજ અમથુ, પ્રેમ જેવુ છે તને,

આગિયો જોઇ થતું કે લાવ ઠારુ આગ ને,
તો સમજજે સહેજ અમથુ, પ્રેમ જેવુ છે તને,

એમ લાગે આભ પડશે ને ધરા ગળશે મને,
તો સમજજે સહેજ અમથુ, પ્રેમ જેવુ છે તને,

રોજ સાંજે બ્હાવરો થૈ જો તુ શોધે જામ ને,
તો સમજજે સહેજ અમથુ, પ્રેમ જેવુ છે તને....

એ પ્રેમ છે.

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

ચરર ચરર મારું ચકડોળ ચાલે - અવિનાશ વ્યાસ

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,

નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,

ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર

- અવિનાશ વ્યાસ

ઓ હૃદય, તેં પણ ભલા! - બરકત વીરાણી 'બેફામ'

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- બરકત વીરાણી 'બેફામ'

તમને અમારા સમ છે....

તમને અમારા સમ છે, તમે આવો અબઘડી,
આવો પછી ન જાવો રહો દિલમાં હર ઘડી.

આશા ભરેલી સાંજ ગઈ, રાત પણ પડી,
ચાંદો છુપ્યો તો ચહેરો બતાવોને બે ઘડી.

નજર નજર મળે તો બને નઝમો ઘડી ઘડી,
રસ્તામાં તું મળે તો બનું શાયર એ ઘડી.

આખર કરી સલામ સનમ તમને રડી રડી,
ઉઠતો નથી જનાજો હજી દમ છે બે ઘડી.

સાચે જ ગળતું જામ, મધુશાલા તો ખડી,
ઇશ્વર તમારા જેવો મને પત્થર ગયો જડી

લખ મને....

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને !

તારી આંખનો અફીણી - વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

એક નામને સ્મરવાનું – આદિલ મન્સૂરી

ઝાકળનું મળ્યું જીવન ને સૂર્યમાં ઠરવાનું
કોઈ હવે સમજાવો આદિલને શું કરવાનું

એક પળમાં નીખરવાનું; એક પળમાં વીખરવાનું
આ ફૂલ જે ખીલ્યું તે ખીલીને તો ખરવાનું

સૂરજ તો બધો તડકો ઢોળી દે અહીં સાંજે
ને રોજ સવારે આ કશ્કોલને ભરવાનું

એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું

હોડી ન હલેસાં હો સઢ હો ન સુકાની હો
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું

ક્યાં મુજને લઈ ચાલી એકાંતભરી રાતો
યાદ આવે સતત તારી ને ખુદને વીસરવાનું

ક્યારેય ન રોકાતો વેગીલો સમય કિંતુ
એક ક્ષણને ઊભી રાખી ને ઊંડા ઊતરવાનું

પગરવ હો ન પડઘા હો, થડકાર ન ધબકાર
એકલતા લપેટીને અવકાશમાં ફરવાનું

સરખા જ બધા લાગે; ના ભેદ કોઈ જાગે
એહરામ પહેરીને મક્કામાં ઊતરવાનું

બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું

વ્યથા...

તને મળવા ના ખ્યાલ થી, હું કોઈ ને મળ્યો નથી,
ઘરે થી તો નીક્ળી ગયો છું પણ રસ્તો જ્ળ્યો નથી.

તુ સુંદર છે જ એમાં ક્યા સક હોય હવે કોઈ ને,
અમારી સુરત જૉવાય એવો અજુ આઈનો બન્યો નથી.

પરીક્ષાઓ તો રોજ-બરોજ ઘણી આપ્યા કરે છે તુ,
પણ અમે પુછેલા પ્રશ્ન નો હજુ ઉતર મળ્યો નથી.

ઘણી દુર જઈને બેઠી છે રીસાઈને એ મારા થી,
ગભરાઈશ નહી હજુ હું કઈ પ્રેમમાં પડ્યો નથી.

સરળ શબ્દોમાં લખુ તનેતો મીત્રો જ છે, આપણે,
મને મળે તુ જીવન માં એવો જનમ મળ્યો નથી.

આ શું પ્રગટ્યું છે મારામાં - દિલીપ રાવળ

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

સુરતી ગઝલ - ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની. (paini ne, Pachchhtay, to kehto nai)
વાહણ જો અથડાય તો કે’ટો ની. (Vaasan)

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી. (Resham,Dori)
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ (hum, tum aur tanhaai)
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની. (Poira-Balako, athdaay)

- ડો. રઇશ મનીયાર

રમુજી ટુચકા

Taari nafrat ma pan hu Prem bani ne aavis,
jivu chhu faqt taraj sahare etle marya pacchi pan hu taru naseeb banine aavish,
aa dil ma faqt taruj nam chhe etle tara sharir ma taro swas banine aavish,
bhulvani mane na karso bhul kem ke taraj hruday ma hu rudan banine aavish….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mara maran par tame aansoo na bahavsho,
Mara maran par dosto gam na karsho..
..Mari yad aave to sidha upar j aavjo!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jivan maa JAS nathi,
Prem maa RAS nathi;
Dhandha maa KAS nathi,
Javu chhe swarg maa,
pan eni koi BUS nathi..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Tu hase chhe jyare jyare,
tyare tyare tara gaal ma khada padechhe.
Hu vicharu chhu betho betho
ke mara shivay aa khada ma ketla pade chhe!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Bolya kare a maitri,
chup rahe a prem
milan karave a maitri,
judai satave a prem
hasave a maitri,
radave a prem,
to pan loko maitri mukine kem kare chhe prem??!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Shayari:
Tu hase chhe jyare jyare,
tyare tyare tara gaal ma khada padechhe.
Hu vicharu chhu betho betho
ke mara shivay aa khada ma ketla pade chhe!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુક્તકો - શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

- શેખાદમ આબુવાલા

જતાં જતાં સનમ તું એટલું કામ કર.

જતાં જતાં સનમ તું એટલું કામ કર.
મારા મોતના સામાનનો ઇંતેજામ કર.

ન મળ મને તું આમ સંતાય સંતાયને
કરવો હોય પ્યાર મને તો સરેઆમ કર.

કર્યા જે હસીન ગુન્હા આપણે પ્યારમાં.
હવે તે સર્વ આજ તું મારે નામ કર.

મશહુર થઇ ગયો છું હું તારા પ્યારમાં
તું આજ મને ભલે થોડો બદનામ કર.

પઢી નમાજ ને કરી છે તેં બહુ બંદગી
મંદિરમાં જા હવે તું થોડું રામ રામ કર.

સુઇ જા હવે તું નટવર શાંતિથી કબરમાં
જાગ્યો છે જીંદગીભર હવે તું આરામ કર.

-Natvar mehta

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે


તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….


મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….


થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….


નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

કોઇની પણ વાતમાં પડતો નથી

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

ખોબો ભરીને

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

હે માનવ ! હવે તો સુધર - પ્રેરક શાહ

હવે તો કુદરત પણ થાકી છે હે માનવ તારી ઉપર
નથી રહ્યો ભરોસો હવે એને પણ તારી ઉપર
- હે માનવ ! હવે તો સુધર

બતાવી દીધું છે એની તાકાતનું જરા અમથું થર,
ત્યાં તો આખી દુનિયા જાણે થઈ ગઈ અધ્ધર.

નદીઓ વહેતી બંધ થઈ ગઈ ને ઝરણાં ઈધરથી ઉધર,
આ મોટા મકાનો તૂટયાં, કેટકેટલું રહ્યું અંદર.

કેટકેટલાનાં ઘર ગયાં, કેટકેટલાનું ફર્નિચર,
ગયાં છે સગા-વ્હાલાને ગયા ભાઈબંધ દોસ્તર.

શું કરવાની ટેકનોલોજી, શું કરવાનું કૉમ્પ્યુટર,
એ વગર તો ચાલશે, નહીં ચાલે ઘર વગર.

બોંબ-બંદૂક છરી ચપ્પા તલવાર અને ધારિયા ખંજર,
ઉપાડી આ ઘાતી શસ્ત્રો ન ભોંક તું ખુદની અંદર

નષ્ટ ન કર માનવજાત, નષ્ટ ન કર ગામ-નગર,
આ કામ તો નથી તારું, નથી તું કોઈ જાદુગર

ન કરીશ તું કાર્યો એવા તારી જાતને માની ઈશ્વર,
ઉપર બેઠો જોઈ રહ્યો છે સર્જનહાર પરમેશ્વર.

ભાનમાં આવી જો જરાતું ક્યાં સુધી રહીશ પથ્થર,
તારી અને બધાની જિંદગી થઈ રહી છે બદતર.

ન ભાગ ધનની પાછળ, આમ બની તું જનાવર,
શું લઈને પેદા થયો છે કે લેવાને થાય આટલો તત્પર.

અપાય એટલું આપ, થાય એટલું કર, સૌની કર તું કદર,
ધરા એ તો ધ્રુજી બતાવ્યું, વ્યોમની તું કર ફિકર.

બંધ કર આ કૌભાંડો, અત્યાચાર અને ભષ્ટાચાર,
જીવ જીવનને શાંતિથી, ચાર ઘડી રંગીન સફર.
- હે માનવ ! હવે તો સુધર

મુલાકાત પહેલી હતી

રૂપ કૈફી હતું, આંખો ધેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

--- Shobhit Desai...

પાન લીલું જોયું - હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરીન્દ્ર દવે

સમજાઈ ગયી છે

તારી યાદો મા રોઈ રોઈ ને આંખો મારી સુકાઈ ગયી છે
આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે

સાથે જોયેલા ઍ બધા સપનાઓ ને તો યાદ કર બેરહમ
લાગે છે કે ઍ મીઠી યાદો તારા થી હવે ભૂલાઇ ગયી છે

કેમ કરીને કહે 'Pratik' ઍના દિલ ની હાલત શુ છે ?
જિંદગી કઈ નથી તારા વગર ઍ વાત સમજાઈ ગયી છે

ભુલાવી ના શકું.

હાલ એવા પણ નથી જે વર્ણવી ના શકું,
પણ એમ કંઈ સહેલાઈથી શબ્દવી ના શકું,

એક લાગણી જે બધાંઈ શકે નહી તાંતણે,
થોડી મૂંઝવણને કારણે એને ગુંચવી ના શકું,

હોઠ જે સદાયથી રમે છે હાસ્યની વચ્ચે,
એમ એક જ દાવમાં એને હરાવી ના શકું,

રાખું હું મન ભલે બાળક જેવું જ પણ,
"પ્રેમ"ને તો રમકડું સમજી ભુલાવી ના શકું.

હું ગુલાબી, હમેંશા.

જિંદગીએ એમ તો ઘણાં રંગ છાંટ્યા
ને પ્રયત્નો કરી જોયા મને રંગીન બનાવા ના,
ક્યારેક નીલો તો ક્યારેક પીળો,
આસમાની અને ક્યારેક કાળો,
કેસરી ને પછી ક્યારેક લીલો,
જાંબુડી ને શ્વેત પણ ક્યારેક,
પણ તે છાંટ્યો હતો ને એક વાર મુઠ્ઠીભર ગુલાલ!
એ હજી સાચવ્યો છે હોં મેં હૃદયમાં,
હર વર્ષે હોળી આવે થોડો વહાવી દઉં છું રક્તમાં..
કદાચ એટલે જ રહું છું હું ગુલાબી, હમેંશા.

પ્રેમનો નિબંધ છે.

તારી અને મારી વચ્ચે ઓ સનમઆ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડોને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

તું તો નથી રહી આસપાસ મારીમારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છુંકોણ કહે છે કે પ્રેમ અંધ છે ?

આપણા આ પ્રેમનું છેક એવું છેકામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.
લખી ભલે ‘નટવરે’ આ ગઝલ, દિલથી વાંચો, પ્રેમનો નિબંધ છે.

સપનાંનાં સરનામા

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે!

મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે?

શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.

ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે!
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે!

ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે!

આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે!

તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે!
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે?

ખુદાની મને મહેરબાની ઘણી છે - કુતુબ આઝાદ

ખુદાની મને મહેરબાની ઘણી છે, બધાની મહોબ્બત અને લાગણી છે,
ધરા ધ્રુજશે તોયે ડગશે નહી, એવી મહોબ્બતની ઉંચી ઇમારત ચણી છે,
અમસ્તી નથી નામના છે અમારી, અમે જે વાવણી કરી તે લણી છે,
ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે,
ઘણા જિંદગી સો વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે,
મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહી પણ “પારસમણી” છે.

અરે પ્રભુ તે અગણીત નારી

અરે પ્રભુ તે અગણીત નારી અવની પર ઉપજાવી,
પણ મુજ અર્થે એક જ ઘડતા, આળસ તુજને આવી.

રસ્તે જાતી રામાઓનાં ટોળે-ટોળાં દેખું,
નીરખી ને નિઃશાસા નાખું, અભાગ્ય મારા લેખું.

વાસણની ઉતરવડને એક રાતુ વસ્ત્ર ઓઢાડું,
ઉભા છો વહુ એમ કહી મારા મનને રમાડું.

એક દોરડું લઇ એની વર-માળા વેષ બનાવી,
મારા ને ઉતરવડના મે કંઠ વિષે પહેરાવી.

કહ્યું ચાલો વહુ ચોળીમાં તમને આપીશ મુખ માગ્યું,
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજ ને વાગ્યું.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં -સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

યાદ આવે છે. - In memory of mother-land and home

'બીગ મેક' ને 'વોફર' કે 'ટાકોની' ભાંજગડમાં પોળની પટલાણીનો મીઠો રોટલો બહુ યાદ આવે છે.
'સેવન-અપ', 'કોક' કે 'પેપ્સી' કે પછી રમ લેશો? ભોળી ભરવાડણની ખાટી છાશ યાદ આવે છે.
એપલ ખાઈશ કે આઈસ્ક્રીમ અમારા 'એ' પૂછે છે ત્યારેમોટાકાકીની સુખડી અને કુલેર બહુ યાદ આવે છે.
જુનીયર 'પેડમેન' રમશે કે 'અદીદાસ' પહેરીને સોકર! ભીંત પર કોલસાથી ચીતરેલ ક્રિકેટના સ્ટમ્પસ બહુ યાદ આવે છે.
'વીક એન્ડ' થતા 'કે માર્ટ' જાશું કે 'સીઅર્સ' કે 'મેઈસીસ'માં? ધીખતી ધરા પર ઉઘાડ પગે ગાડું ઢસડતી મજૂરણ યાદ આવે છે. વર્ષોના વ્હાણા વાયા આ અમેરિકન ખૂની ભભકા માહે,'દર્દેજીગર' ને ગાંડુ ઘેલુ પેલું Amdavaad યાદ આવે છે.
મા પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી અને થોડી વૃધ્ધ પણ હોય છે
આપણામાં જયારે સમજણ આવી જાય છે ત્યારે કહીએ છીએ 'મા,તને કંઇ સમજણ પડતી નથી'
પછી મા કશું બોલતી નથી ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પોતાના વા થી પીડાતા પગને પંપાળ્યા કરે છે.
પછી એક દિવસ મા મરી જાય છે અને આપણે બે હાથ જોડીને કહી પણ શકતા નથી માફ કરી દેજે મા!!
વિસરાતી જતી ગુજરાતી ?… -ને આવ્યો બગીચાનો વારો પપ્પા કહે, 'બેટા, જો પેલો ફૂવારો' પપ્પુ વદે, 'પપ્પા, જૂઠું ન બોલાય, ફૂવારો નહિ, ફાઉન્ટન કહેવાય.' ન જાણે ક્યાં જાતી વિસરાતી જતી ગુજરાતી ?…
પિતા જ્યારે હોતા નથી અને મા વધારે વૃદ્ધ થતી જાય છે ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે : 'આ પુત્ર મને સાચવશે ખરો ?' પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો. આ એ જ મા જેણે મને ફૂલની જેમ સાચવ્યો,જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી - હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,
આ એ જ મા જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે - પણ બોલતી નથી. એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?
હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.ફક્ત મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે. ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?' ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.
પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?
શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?
અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.
કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છ